રાજકોટ / અમદાવાદ સિકસલેન રોડનું કામ હવે સપ્ટેબરમાં પૂર્ણ થઇ જશે. ત્યારે તેનું ખુદ પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બરમાં આ સિક્સલેન રોડનું લોકાર્પણ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. રૂ.૬૦૦ કરોડના ખર્ચે ૨૧૦ કિ.મી રોડનું કામ પૂર્ણતા તરફ જઇ રહ્યું છે. રાજકોટ નજીક બનતા ૨ બ્રિજમાંથી એક બ્રિજનું ટેસ્ટિંગ પણ પૂર્ણ થઇ ગયું છે. પ્રધાનમંત્રી મોદી ૨ વખત રાજકોટની મુલાકાત લઈ શકે છે. ઓગસ્ટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે પણ પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવી શકે છે. સપ્ટેમ્બરમાં સિક્સલેન રોડના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવી શકે છે.
આગામી ૧૮ જૂનના રોજ પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેમનો મધ્ય ગુજરાતનો પ્રવાસ ગોઠવાયો છે. ૧૮ જૂનના રોજ પ્રધાનમંત્રી મોદી વડોદરાથી હેલિકોપ્ટર મારફતે પાવાગઢ જશે. જ્યાં પાવાગઢ ખાતે દર્શન કરી પ્રધાનમંત્રી મોદી વડોદરા પરત ફરશે. જ્યાં વડોદરામાં મહિલા સંમેલનમાં હાજરી આપી પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે.