પ્રધાનમંત્રી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાતે, જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે

પૂણેમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું અને મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૪ જૂનેઆવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ ૦૧:૪૫ વાગ્યે પૂણેના દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. સંત તુકારામ દેહુમાં રહેતા હતા તથા એક વારકરી સંત અને કવિ હતા. તેઓ આધ્યાત્મિક ગીતો દ્વારા અભંગ ભક્તિ કવિતા અને સમુદાય લક્ષ્મી પૂજા માટે જાણીતા હતા. તેમના નિધન બાદ શિલા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે ઔપચારિક રીતે મંદિર તરીકે રચાયું ન હતું. આ મંદિર ૩૬ શિખરો સાથે પથ્થરના ચણતરમાં ફરીથી બનાવવામાં આવ્યું છે, અને તેમાં સંત તુકારામની મૂર્તિ પણ છે.

પ્રધાનમંત્રીનો મુંબઈ કાર્યક્રમ

પ્રધાનમંત્રી સાંજે લગભગ ૦૪:૧૫ વાગ્યે મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. જલ ભૂષણ વર્ષ ૧૮૮૫થી મહારાષ્ટ્રના રાજ્યપાલનું અધિકૃત નિવાસસ્થાન છે. તેનું આયુષ્ય પૂર્ણ થયા બાદ,  તોડી પાડવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ નવી ઇમારતને મંજૂરી આપવામાં આવી હતી. નવી ઇમારતનો શિલાન્યાસ ઓગસ્ટ, ૨૦૧૯માં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યો હતો. નવી બાંધવામાં આવેલી ઇમારતમાં જૂની ઇમારતની તમામ વિશિષ્ટ સુવિધાઓ સાચવવામાં આવી છે.

વર્ષ ૨૦૧૬માં મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવે રાજભવનમાં એક બંકર શોધી કાઢ્યું હતું. અગાઉ તેનો ઉપયોગ બ્રિટિશરો દ્વારા શસ્ત્રો અને દારૂગોળાના ગુપ્ત સંગ્રહ તરીકે કરવામાં આવતો હતો. બંકરનું વર્ષ ૨૦૧૯માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના યોગદાનને યાદ કરવા માટે બંકરમાં ગેલેરી  વિકસાવવામાં આવી છે. આ ગેલેરી દ્વારા વાસુદેવ બળવંત ફડકે, ચાફેકર ભાઈઓ, સાવરકર ભાઈઓ, મેડમ ભીખાજી કામા, વી બી ગોગાટે, વર્ષ ૧૯૪૬માં નવલ વિદ્રોહ વગેરેના યોગદાનને શ્રદ્ધાંજલિ આપે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ ભાગ લેશે. મુંબઈ સમાચારને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવશે. ૧લી જુલાઈ, ૧૮૨૨ના રોજ ફરદુનજી મર્ઝબાનજી દ્વારા  મુંબઈ સમાચાર સાપ્તાહિક તરીકે છાપવાની શરૂઆત  કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમાચારપત્ર વર્ષ ૧૮૩૨ માં દૈનિક બની ગયું.  ૨૦૦ વર્ષથી આ સમાચારપત્ર પ્રકાશિત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *