અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા નીકળી હતી.આજે સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની રથયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી. આ જળયાત્રા મીની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે.
શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. જે બાદમાં ભગવાનને ગજવેશનો શણગાર કરાવવાઆવ્યો હતો.
સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાબરમતીના મધ્યેથી કળશમાં જળ ભરીને નિજ મંદિર ખાતે લાવવામાં આવ્યું હતું. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય મીની રથયાત્રા યોજાઈ હતી. અખાડાના કેટલાક કરતબો પણ બતાવ્યા હતા. ખાસ કરીને બે યુવતીઓએ પણ અખાડાના કરતબ મંદિરના પ્રાંગણમાં દર્શાવ્યા હતા.
કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના નહિવત કેસો હોવાના પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની ૧૪૫ મી રથયાત્રા યજાશે.
જળયાત્રામાં મુંબઈ અને ડાકોરના માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો , મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજરી આપી હતી.