સુરત: સૌથી ઊંચા બ્રિજનું થશે લોકાર્પણ

સુરતમાં નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું ૧૯ જૂને લોકાર્પણ કરવામાં આવશે. વિગતો મુજબ ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતો સુરતનો આ સૌથી ઊંચો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મંત્રી વિનુ  મોરડિયાના હસ્તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.

ડાયમંડ સિટી સુરતમાં હવે એક નવા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. નવનિર્મિત સહારા દરવાજા બ્રિજનું આગામી ૧૯ જૂને લોકાર્પણ થવાનું છે. આ ફલાયઓવર માન દરવાજાથી સહારા દરવાજા જંક્શનને જોડશે. આ સાથે  રેલવે સ્ટેશનથી સહારા દરવાજાને જોડતો ફલાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.

નવનિર્મિત સહારા દરવાજા બ્રિજ સુરતનો સૌથી ઊંચો બ્રિજ હોવાનું મનાય છે. ૩ માળ જેટલી પિલરની ઊંચાઇ ધરાવતા આ બ્રિજને ૧૯ જુનના સી.આર.પાટીલ, મંત્રી વીનુ મોરડિયાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકશે. આ સાથે રિંગ રોડ ફ્લાયઓવર પણ ફરી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *