નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ ગુજરાત રમખાણો મામલે તપાસ સમિતિના રિપોર્ટ સામે થયેલી અરજીને ફગાવી દીધી છે. ગુજરાતમાં રમખાણોની તપાસ માટે નિમવામાં આવેલી સીટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ને ક્લીન ચિટ આપી હતી. SITના રિપોર્ટના વિરુદ્ધમાં ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ માં સુનાવણી થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે સિટના તપાસ રિપોર્ટને યોગ્ય માન્યો છે.
ઝાકિય જાફરી ની અરજી પર જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે ફેંસલો સંભળાવ્યો હતો. ઝાકિયાએ સુપ્રીમ કોર્ટમાં ૯મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ અરજી દાખલ કરી હતી. જે તે સમયે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપતી અરજીના વિરુદ્ધમાં થયેલી અરજી પર મેરેથોન સુનાવણી થઈ હતી.
ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યકાંડમાં ઝાકિયા જાફરીના પતિ અને કૉંગ્રેસના સાંસદ અહેસાન ઝાફરી ની હત્યા થઈ હતી.