અમદાવાદમાં નીકળતી વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આજે અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા પ્રસંગે નેત્રોત્સવ વિધિ તથા ધજારોહણ વિધિ સમારંભમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અને રાજ્યમંત્રી મુકેશ પટેલે નેત્રોત્સવ વિધિ તથા ધજારોહણ વિધિ સમારંભમાં હાજરી આપી હતી.
ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં સી.આર. પાટીલે જણાવ્યું કે, અમદાવાદની રથયાત્રાનું દેશમાં ખૂબ જ મહત્વ છે. રથયાત્રાની તૈયારી ૨ મહિના પહેલા જ શરૂ કરી દેવામાં આવે છે. ૧૩ કલાક ચાલતી આ રથયાત્રા અમદાવાદને ધબકતું રાખે છે. કોરોનાના ૨ વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.