મહારાષ્ટ્રમાં રાજનૈતિક સંકટ વચ્ચે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ઉદ્ધવ સરકારને બહુમત સાબિત કરવા જણાવ્યુ છે.
રાજ્યપાલે સરકારને પાઠવેલા પત્રમાં જણાવાયુ છે કે સાત અપક્ષ ધારાસભ્યોએ મને પત્ર લખી જણાવ્યુ છે કે મુખ્યમંત્રી બહુમત ગુમાવી ચૂક્યા છે. જેથી ફ્લોર ટેસ્ટ કરાવવો જરૂરી છે. ૩૦મી જૂને એટલે કે આવતીકાલે ગૃહની બેઠક બોલાવવામાં આવે સાથે જ વિધાનસભાની અંદર અને બહાર કડક બંદોબસ્ત કરવામાં આવે. પત્રમાં વધુમાં જણાવાયુ છે કે ગૃહની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ સુનિશ્ચિત કરાવવામાં આવે. આ નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આજે સાંજે સુનાવણી હાથ ધરાશે.