કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહે આજે વહેલી સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેમણે કલોલ પાસેના સૈજ ગામે આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સૈજ ગામે સ્વામિનારાયણ વિશ્વ મંગલમ ગુરુકુળ દ્વારા સ્થાપિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું ઉદઘાટન અમિત શાહે કર્યું હતું. આ સાથે અમિત શાહે ૭૫૦ બેડની પી એસ એમ. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. આ હોસ્પિટલ કલોલ અને આસપાસના વિસ્તારના લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.