નવસારીના ખેરગામમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ તરફ દીવમાં શુક્રવારે ભારે વરસાદ થયો હતો તેમજ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં ૧૩૩ તાલુકાઓમાં શુક્રવારે મેઘમહેર જોવા મળી હતી. રાજકોટના લોધિકા અને સુરતના ઓલપાડમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તાપીના દોલવાણ અને વલસાડના પારડીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારીના ખેરગામમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ તરફ દીવમાં ગઈકાલે ભારે વરસાદ થયો હતો તેમજ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ તરબતર કર્યા હતા. આણંદ જિલ્લાના બોરસદ અને તાલુકાના ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને કારણે પાણી ભરાયઈ ગયા હતા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્ત લોકોને શાળામાં ખસેડવામાં આવ્યા હતા.
તાલાલા ગીરમાં બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો હતો. સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાને કારણે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. જેને પગલે ખેડ઼ૂતો અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. સાબરકાંઠામાં શુક્રવારે રાત્રે વિજયનગર,ખેડબ્રહ્મા અને પોશીનામાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભરૂચમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી.