છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૧૨,૫૭૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૮૬.૩૨ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૭,૦૯૨ કેસ નોંધાયા હતા, જ્યારે ૧૪,૬૮૪ દર્દી સાજા થયા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૯ દર્દીના મૃત્યુ થયા હતા. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા ૧,૦૯,૫૬૮ સુધી પહોંચી ગઈ છે.
રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં રસીના ૯,૦૯,૭૭૬ ડોઝ અપાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૧૨,૫૭૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૮૬.૩૨ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૧૬/૦૩/૨૦૨૨થી ૧૨ – ૧૪ વર્ષના વયજૂથ માટે કોવિડ – ૧૯ રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, ૩.૬૮ કરોડ ( ૩,૬૮,૨૯,૬૨૧ ) થી વધુ કિશોરોને COVID-૧૯ રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે.
દરમિયાન ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં શુક્રવારે ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. ગુજરાતમાં શુક્રવારે કોરોનાના નવા ૬૩૨ કેસ નોંધાયા હતા, જ્યારે ૩૮૪ દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે સાજા થવાનો દર ૯૮.૮૫ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૬૨ કેસ , સુરતમાં ૧૦૩, વડોદરામાં ૪૬, ગાંધીનગરમાં ૪૩, વલસાડમાં ૩૩, મહેસાણામાં ૩૦, રાજકોટમાં ૨૧, નવસારીમાં ૧૮, અને કચ્છમાં ૧૪ કેસ નોંધાયા હતા.