બસ શેંશરથી સેંજ તરફ આવી રહી હતી અને બસ ખાઈમાં પડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
કુલ્લુ જિલ્લાની સેંજ ઘાટીમાં થયેલા અકસ્માતમાં 10થી વધુ યાત્રીઓના મૃત્યુ થયા છે તથા અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બસ શેંશરથી સેંજ તરફ આવી રહી હતી અને બસ ખાઈમાં પડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બસમાં સ્થાનિકોની સાથે સાથે બાળકો પણ સવાર હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમગ્ર ઘટના અંગે ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશના કુલ્લુમાં થયેલ બસ દુર્ઘટના ખૂબ જ દુ:ખદ છે. આ દુ:ખદ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓ જલ્દીથી સાજા થાય તેવી આશા રાખું છું. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.