મોરબીમાં સખીમેળા બન્યા આકર્ષણનું કેન્દ્ર, સ્વ સહાય જૂથની મહિલાઓ મેળવે છે રોજગારી

મોરબીમાં મહેન્દ્રસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સરકાર દ્વારા સખી મેળા અને વંદે ગુજરાતનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં મહેન્દ્રસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સરકાર દ્વારા સખી મેળા અને વંદે ગુજરાતનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સખી મેળામાં ગીર સોમનાથના મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથ ખીલી અને દોરા (Nail and Thread art) થી વોલપીસની કૃતિ બનાવીને અનોખી કારીગરી રજૂ કરી છે. બોરવડ ગામના મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથના મકવાણા સોનલબેને આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સખી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે. અમારા સખી મંડળ હેઠળ ૨૦ બહેનો રોજગારી મેળવે છે. વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવતા હોવાથી અમારા સખી મંડળનો અને બહેનોનો પણ વિકાસ થાય છે. વધુને વધુ બહેનો આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા સખીમેળાનું આયોજન કરવામાં આવે છે અને નિ:શુલ્ક સ્ટોલ ફાળવવામાં આવે છે. આ સખીમેળામાં અનેકવિધ ચીજવસ્તુઓ સાથે વિવિધ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *