રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનાં હસ્તે રૂપિયા ૧૩૨.૨૮ લાખનાં ખર્ચે નિર્માણ પામેલ મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઈનોર M-૨/R ની પાઇપ નેહરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ તથા ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વણથંભી વિકાસ યાત્રા થકી જળ સંપત્તિ હેઠળ પણ વિવિધ વિકાસ કામો થઈ રહ્યા છે. આ વિસ્તારમાં ખુલ્લી કેનાલ હોવાથી અકસ્માત, બાળકો કે પશુઓને નહેરમાં પડવાનો ભય, ગંદકી, નહેર ચોક-અપ થઈ જતી તેમજ છેવાડાના વિસ્તારમાં ખેડૂતોને પાણી નહિં મળવા જેવી વિવિધ સમસ્યાઓ નિવારવા આ નહેરને પાઇપ નહેર બનાવવાની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી. હેઠવાસના વેજપર-માધાપર-અમરેલી તથા ગોરખીજડીયા ગામોના ૭૮૯ હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે.