ઉદયપુર હત્યાકાંડના આરોપીનું અમદાવાદ કનેક્શન ખુલ્યું

ઉદયપુર હત્યાકાંડમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં કન્હૈયાલાલ હત્યા કેસના આરોપીનું અમદાવાદ કનેક્શન ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. કન્હૈયાલાલ હત્યા કેસમાં હત્યારાઓના મોબાઈલમાંથી સરખેજના યુવકોના નંબર મળી આવતા અમદાવાદ કનેક્શન ખુલ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સરખેજના યુવકોના નંબર હત્યારાઓના મોબાઇલમાંથી મળી આવતા સ્થાનિક એજન્સીઓએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હત્યારાઓના મોબાઇલમાંથી સરખેજના યુવકોના નંબર મળી આવતા શું સરખેજના યુવકોની ઉદયપુર હત્યા કેસમાં સંડોવણી છે કે નહીં તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવકોની માનસિકતાને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે હવે ગુજરાત ATS અથવા તો ક્રાઈમ બ્રાન્ચ મોટો ખુલાસો કરશે.

ઉલ્લેખનીય છે કે, આ હત્યા કેસની તપાસમાં પાકિસ્તાન કનેકશન પણ સામે આવ્યું છે. આ ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓનું કનેક્શન કરાચી સ્થિત સુન્ની ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે હોવાનું સામે જાણવા મળી રહ્યું છે તેમજ પાકિસ્તાન સ્થિત કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક સાથે પણ તેઓને સંબંધ છે.

બંને આરોપીઓની પૂછપરછ કરાતા તેઓ સુન્ની ઈસ્લામના સૂફી બરેલવી સંપ્રદાય સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. તેઓએ કરાચીમાં હાજર સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે પણ જોડાણ હોવાનું સ્વીકાર્યું છે. કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, ભારતમાં અન્ય કટ્ટરપંથી સુન્ની સંગઠનો અને ‘મુસ્લિમ બ્રધરહુડ’ સાથે તેમના સંબંધો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

કન્હૈયાની હત્યા પાછળ તેમનો હેતુ માત્ર આતંક ફેલાવવાનો હતો. કન્હૈયા ઉપરાંત તેના નિશાના પર નીતિન જૈન નામનો અન્ય એક વ્યક્તિ પણ હતો.


કન્હૈયા લાલ હત્યા કેસમાં તપાસને આગળ વધારતા NIAની ટીમ શુક્રવારે જયપુરની વિશેષ NIA કોર્ટમાં આરોપીઓના વોરંટ માટે અરજી દાખલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યામાં મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ એકલા ન હોતા, પરંતુ તેમનું એક ગ્રુપ છે જેમાં એક ડઝનથી વધુ લોકો છે. એમના ગ્રુપમાં પાકિસ્તાનના કેટલાક લોકો એવા પણ છે જેમના ઘણા આતંકવાદી જૂથો સાથે સંબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *