અગ્રદૂતની શરૂઆત આસામી દ્વિ-સાપ્તાહિક તરીકે કરવામાં આવી હતી. તેની સ્થાપના આસામના વરિષ્ઠ પત્રકાર કનક સેન ડેકા દ્વારા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ૦૪:૩૦ વાગ્યે અગ્રદૂત જૂથના અખબારોની સુવર્ણ જયંતિ ઊજવણીનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે. આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમા પણ આ પ્રસંગે હાજર રહેશે, તેઓ અગ્રદૂતની સુવર્ણ જયંતિ ઊજવણી સમિતિના મુખ્ય આશ્રયદાતા છે.
અગ્રદૂતની શરૂઆત આસામી દ્વિ-સાપ્તાહિક તરીકે કરવામાં આવી હતી. તેની સ્થાપના આસામના વરિષ્ઠ પત્રકાર કનક સેન ડેકા દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૫ માં, દૈનિક અગ્રદૂત, એક દૈનિક અખબાર શરૂ કરવામાં આવ્યું હતું અને તે આસામના વિશ્વસનીય અને પ્રભાવશાળી અવાજ તરીકે વિકસિત થયું છે.
પ્રધાનમંત્રી ૭ જુલાઈએ વારાણસીની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત જુલાઈએ વારાણસીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદી વારાણસીમાં ૧,૮૦૦ કરોડ રૂપિયાથી વધુની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સહકાર અને સમ્મેલન કેન્દ્ર “રૂદ્રાક્ષ” પણ જશે. જ્યાં તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે અખિલ ભારતીય શિક્ષણ સમાગમનું ઉદ્ધાટન કરશે. પ્રધાનમંત્રી મોદી વારાણસી ખાતેની એલ ટી કોલેજમાં અક્ષય પાત્ર મધ્યાહન ભોજનાલયનું પણ ઉદઘાટન કરશે. છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીની પાયાની માળખાકીય વિકાસ ઉપર ખાસ ધ્યાન આપ્યું છે. જેનાથી શહેરના લોકોનું જીવન સરળ બન્યું છે.