દેશમાં ફરીથી વધ્યા કોરોના વાયરસના કેસ, ૨૪ કલાકમાં ૧૮,૯૩૦ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસમાં થયેલા આંશિક ઘટાડા બાદ ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સાથે કોરોનાના સક્રિય કેસોમાં પણ વધારો થયો છે. આજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોના કેસના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮,૯૩૦ કેસ નોંધાયા છે. સાથે જ ૧૪,૬૫૦ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ દર્દીઓના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૫,૨૫,૩૦૫ દર્દીઓના મોત થઈ ચુક્યા છે અને ૪,૨૯,૨૧,૯૭૭ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. હાલ દેશમાં કુલ ૧,૧૯,૪૫૭ સક્રિય કેસ છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૩૮,૦૦૫ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના ૮૬.૫૩ કરોડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના રસીના ૧૧,૪૪,૪૮૯ ડોઝ ડોઝ આપવામાં આવ્યા હતા.

તેની સાથે જ દેશનો કુલ રસીકરણ આંક ૧૯૮.૩૩ કરોડથી વધુ રસીના ડોઝ પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *