પી.ટી.ઉષા અને ઇલીયારાજા સહિત ચાર નાગરિકોને રાજ્યસભા માટે નામાંકિત કરાયા

અલગ અલગ ક્ષેત્રના ચાર નાગરિકોને સંસદના ઉપલાગૃહ રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યાં છે. જાણીતા એથલીટ પી.ટી.ઉષા, સંગીતકાર – ગીતકાર અને ગાયક ઇલીયારાજા, વિરેન્દ્ર હેગડે અને કે.વી.વિજેન્દ્રપ્રસાદને રાજ્યસભાના સભ્ય માટે નામિત કરવામાં આવ્યાં છે. આ તમામ લોકો પોતાના ક્ષેત્રના મહારથી છે અને તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચુકેલા છે.

રાજ્યસભા સાંસદ માટે નામાંકિત કરાયેલા આ ચારેય મહાનુભાવો દક્ષિણ ભારતના છે અને તેમના દ્વારા રાજ્યસભામાં તેમના ક્ષેત્રનું મજબુત પ્રતિનિધીત્વ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ચારેય વ્યક્તિઓને શુભેચ્છા પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *