રવિવાર સાંજથી આજે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં ૧૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદમાં રવિવારે સાંજે અતિભારે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં લોકોને ભારે હાલાકી પડી છે.
રવિવાર સાંજથી આજે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં ૧૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડ્યા હતા. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને કારણે જનજીવન અસરગ્રસ્ત થયુ છે.
ભારે વરસાદને કારણે આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં સીઝનનો ૩૦ ટકા વરસાદ વરસી ગયો છે.
રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસતા તથા હજુ પણ ભારે વરસાદની આગાહીના કારણે મુખ્યપ્રધાને તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
આ બેઠક બાદ જિલ્લા કલેક્ટરે નિર્ણય કર્યો હતો. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ આ મામલે સ્કૂલોને સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદને કારણે આજે શાળા-કોલેજો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.