અમરનાથ ગુફાની સામે કાટમાળ ભેગો થવાથી યાત્રા માર્ગ પણ ધ્વસ્ત થયો હતો. રવિવારે પહેલગાવ રૂટને યાત્રા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.
અમરનાથ યાત્રા આજે સવારથી ફરી શરૂ કરી દેવામાં આવી છે. અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યા બાદ અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી.
અમરનાથ ગુફાની સામે કાટમાળ ભેગો થવાથી યાત્રા માર્ગ પણ ધ્વસ્ત થયો હતો. રવિવારે પહેલગાવ રૂટને યાત્રા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓનો એક જથ્થો જમ્મૂમાં ભગવતી નગર આધાર શિબિરથી પહલગામમાં નુનવાન આધાર શિબિર માટે રવાના કરી દેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને પહલગામના રસ્તાથી યાત્રા માટે મોકલવામાં આવી રહ્યા છે. બાલતલ માર્ગથી યાત્રા શરૂ કરવામાં આવી નથી. બાલતલ અને પહલગામના રસ્તાઓ પર હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ છે. જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ પહલગામ સ્થિત નુનવાન આધાર શિબિરની મુલાકાત લીધી હતી અને ત્યાં રોકાયેલા યાત્રીઓ સાથે વાતચીત કરી હતી. ઉપરાંત સ્વાસ્થ્ય સુવિધાઓ તથા અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
અમરનાથ ગુફાની નજીકમાં રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.