સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.
સર્વાઈકલ કેન્સરને રોકવા માટે ભારતની પ્રથમ HPV વેક્સીન ટૂંક સમયમાં આવી શકે છે. આ વર્ષના અંતમાં આ વેક્સીન લોન્ચ થઈ શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ભારતના ડ્રગ રેગ્યુલેટર DGCI એ વેક્સીનને મંજૂરી આપી છે. અદાર પૂનાવાલાએ આ વેક્સીન અંગે જણાવ્યું છે કે, મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના ઈલાજ માટે આ વેક્સીન સરળતાથી ઉપલબ્ધ થશે તથા સસ્તી પણ હશે. આ વેક્સીનને મંજૂરી આપવા માટે અદાર પૂનાવાલાએ DGCI અને આરોગ્ય મંત્રાલયનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
ભારતમાં ૧૫થી ૪૪ વર્ષની મહિલાઓને બીજા નંબરે સૌથી વધુ સર્વાઈકલ કેન્સર થાય છે. દર વર્ષે લાખો મહિલાઓ સર્વાઈકલ તથા અન્ય કેન્સરનો ભોગ બને છે. આ બિમારીના કારણે મોત થવાનું જોખમ સૌથી વધુ હોય છે. સર્વાઈકલ કેન્સર માટે બનાવવામાં આવેલ ક્વાડ્રિવેલેંટ હ્યુમન પેપિલોમાવાયરલ વેક્સીન (qHPV) સર્વાઈકલ કેન્સર માટે વધુ મદદગાર સાબિત થઈ શકે છે. કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) એ ૧૫ જૂનના રોજ નિષ્ણાંત કમિટીએ મંજૂરી આપી હતી. ત્યારબાદ સરકારી સલાહકાર કમિટી NTAGI એ પણ આ વેક્સીનને મંજૂરી આપી હતી. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) એ પણ આ વેક્સીનને મંજૂરી આપી દીધી છે.