ઇઝરાયેલના પ્રધાનમંત્રી યાયર લેપિડ, UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આ બેઠકમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત-ઇઝરાયેલ-UAE અને અમેરિકા (I2U2)ના નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી યાયર લેપિડ, UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આ બેઠકમાં ભાગ લેશે. તમામ નેતાઓ પોતાના ક્ષેત્રો, વેપાર અને રોકાણમાં આર્થિક સહભાગિતા મજબૂત કરવા માટે સંભવિત પ્રોજેક્ટ તથા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ I2U2 ના માળખામાં સંયુક્ત પ્રોજેક્ટ્સ તેમજ વેપાર અને રોકાણમાં આર્થિક ભાગીદારીને મજબૂત કરવા ચર્ચા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આર્થિક સહકાર દ્વારા ઉદ્યોગપતિઓ અને કામદારો માટે તક પ્રદાન કરી શકે છે. ગયા વર્ષે ૧૮ ઓક્ટોબરે ચાર દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન આ જૂથની કલ્પના કરવામાં આવી હતી. તેનો હેતુ પાણી, ઉર્જા, પરિવહન, અવકાશ, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવાં છ ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણને પ્રોત્સાહિત કરવાનો છે. માળખાકીય આધુનિકીકરણ, ઉદ્યોગો માટે નીચા કાર્બનસ્તર, જાહેર આરોગ્યમાં સુધારો અને હરિત ટેક્નોલોજીના વિકાસને પ્રોત્સાહન કરવામાં આવશે. I2U2માં શામેલ તમામ દેશ સહયોગના સંભવિત ક્ષેત્રો પર ચર્ચા કરવા માટે સમયાંતરે શેરપા સ્તરની બેઠકનું આયોજન કરે છે.