મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરાહના કરી છે.
પ્રધાનમંત્રીએ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઉંચાઈઓ સર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને તંદુરસ્તી સાથે કરી શકે તેવી મનોકામના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આવી લાગણી સભર શુભેચ્છાઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરીને ગુજરાતના વિકાસમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહે છે તેનો પણ આભાર માન્યો હતો.