ભક્તોએ દ્વારકા સ્થિત જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની દર્શન આરતીનો લ્હાવો લીધો હતો.
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. શિવાલયોમાં હરહરમહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ભક્તોએ દ્વારકા સ્થિત જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની દર્શન આરતીનો લ્હાવો લીધો હતો. ૧૨ જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિર્લિંગ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આજે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા અને ભગવાન ભોળાનાથને રીઝવવા આરતી કરી હતી. દૂર દૂરથી આવેલા ભોળાનાથના ભક્તોએ વહેલી સવારે ઢોલ નગારાના તાલે હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજતું કરી દીધું હતું.
આજે આસપાસના ૪૨ ગામોના શિવ ભક્તો તથા દ્વારકા આવતા પ્રવાસીઓનો નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોનો જમાવડો રહેશે.
શિવભક્તો ભગવાન ભોળાનાથની વિશાળ પ્રતિમાનાં દર્શન કરી શિવને દુધાભિષેક, જળાભિષેક સહિત અનેક પૂજન અર્ચન કરશે અને મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે ભોળાનાથને રીઝવશે.