CGST રૂ.૨૫,૭૫૧ કરોડ અને SGST રૂ.૩૨,૮૦૭ કરોડ છે.
જુલાઈ ૨૦૨૨ મહિનામાં રૂ.૧,૪૮,૯૯૫ કરોડ GST આવક એકત્ર થઈ છે, જેમાંથી CGST રૂ.૨૫,૭૫૧ કરોડ અને SGST રૂ.૩૨,૮૦૭ કરોડ છે. IGST રૂ.૭૯,૫૧૮ કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ.૪૧,૪૨૦ કરોડ સહિત) છે અને સેસ રૂ. ૧૦,૯૨૦ કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ. ૯૯૫ કરોડ સહિત) છે.
GST લાગુ થયા બાદ આ બીજી સૌથી વધુ આવક છે. સરકારે CGSTને રૂ.૩૨,૩૬૫ કરોડ અને IGSTમાંથી રૂ.૨૬,૭૭૪ કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી જુલાઈ ૨૦૨૨માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ.૫૮,૧૧૬ કરોડ અને SGST માટે રૂ.૫૯,૫૮૧ કરોડ છે.
જુલાઈ ૨૦૨૧ની સરખામણીએ જુલાઈ ૨૦૨૨માં ૨૮ % વધુ GST આવક થઈ છે. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક ૪૮ % વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં ૨૨ % વધુ છે.
હવે સતત પાંચ મહિનાથી, માસિક GST આવક રૂ.૧.૪ લાખ કરોડ કરતાં વધુ છે, જે દર મહિને સતત વધારો દર્શાવે છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ જુલાઈ ૨૦૨૨ સુધી GST આવકમાં વૃદ્ધિ ૩૫ % છે અને તે ખૂબ જ ઊંચો ઉછાળો દર્શાવે છે. કાઉન્સિલ દ્વારા વધુ સારી રીતે પાલન સુનિશ્ચિત કરવા માટે ભૂતકાળમાં લેવામાં આવેલા વિવિધ પગલાંની આ સ્પષ્ટ અસર છે. આર્થિક પુનઃપ્રાપ્તિ સાથે બહેતર રિપોર્ટિંગ સતત ધોરણે GST આવક પર હકારાત્મક અસર કરી રહી છે. જૂન ૨૦૨૨ના મહિના દરમિયાન, ૭.૪૫ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે મે ૨૦૨૨ના ૭.૩૬ કરોડ કરતાં નજીવા વધારે હતા.