અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પુનઃ કોવિડથી સંક્રમિત થયા છે. બાઈડનના ડૉકટર કેવિન ઓકોનોરે કહ્યું કે રાષ્ટ્રપતિની સારવાર ફરીથી શરૂ કરવાની જરૂરિયાત નથી. પરંતુ, તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે મંગળવાર અને શુક્રવારની વચ્ચે ચાર વખત કરવામાં આવેલી તપાસમાં બાઈડેન કોરોના વાયરસથી સંક્રમિત થયા નહોતા.
આ અગાઉ બાઈડન ર૧મી જુલાઇએ કોરોનાથી સંક્રમિત થયા હતા.