ગુજરાતમાં જૂન મહિનામાં માત્ર બે લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં હતાં. એની સરખામણીએ જુલાઈ મહિનામાં દર અઠવાડિયે સરેરાશ છ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે
જૂન મહિનાની સરખામણીએ જુલાઈમાં કોરોના કેસમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જૂન મહિનામાં ગુજરાતમાં ૬,૮૦૮ કોરોના કેસ નોંધાયા હતા. તેની સામે જુલાઈમાં ૨૨,૧૯૯ કેસ નોંધાયા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના વિશ્લેષણ મુજબ બે તૃતીયાંશ મૃત્યુ ૬૦ વર્ષથી વધુ ઉંમરના દર્દીઓનાં હતાં. ૨૬ % દર્દીઓએ વૅક્સિન લીધી ન હતી. જોકે, ૭૪ % દર્દીઓએ વૅક્સિનના બંને ડોઝ લીધા હતા.
૬૦ % મૃત્યુ હૉસ્પિટલાઇઝેશનના પ્રથમ ત્રણ દિવસમાં નોંધાયાં હતાં. જ્યારે ૨૦ % મૃત્યુ હૉસ્પિટલાઇઝેશનના ચોવીસ કલાકમાં જ નોંધાયાં હતાં.
વિશ્લેષણ અનુસાર, મૃતકોમાંથી મોટા ભાગના લોકો કો-મૉર્બિડિટી ધરાવતા હતા અને એક પણ દર્દી એવું નહોતું જેણે વૅક્સિનનો માત્ર એક ડોઝ મેળવ્યો હોય. દર્દીઓએ સંપૂર્ણપણે વૅક્સિનેટેડ હતા અથવા તો એક પણ ડોઝ લીધેલો ન હતો.