પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી હતી. અમદાવાદ શહેર ભાજપના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ‘મોદી@૨૦’ પુસ્તક સંદર્ભે સંમેલન યોજાયું હતું જેમાં તેઓ જોડાયા હતા. આ અવસરે મેયર કિરીટ પરમાર, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા.
૨૦ વર્ષથી રાષ્ટ્ર સેવામાં કાર્યરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના પાયામાં રહેલા કાર્યક્રમો અને કાર્યપદ્ધતીને ૨૧ જેટલા નામાંકિત લેખકો અને ચિંતકોએ અવલોકીને કરેલ લેખનનો સંપુટ મોદી@૨૦ બુક તરીકે પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ બાબતોથી વધુમાં વધુ ભારતવાસીઓ માહિતગાર થાય તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાનના રાષ્ટ્રીય કન્વીનર અને ભારત સરકારના પુર્વ માનવ સંશાઘન વિકાસ પ્રઘાન, પર્યાવરણ પ્રઘાન પ્રકાશ જાવડેકરે મોદી@૨૦ બુક અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સાથે બેસી સાંભળ્યો હતો.
પ્રકાશ જાવડેકર દિલ્લીથી રાજકોટ વિમાન માર્ગે આવ્યા હતા જ્યાં તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત કાર્યક્રમમાં પ્રમુખ ઓડિટોરીયમ ખાતે હાજરી આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી તથા રાષ્ટ્રીય શિક્ષા નિતિના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોદી@૨૦ પુસ્તક પર ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ બપોરે ૩.૩૦ કલાકે સોમનાથ વિશ્વવિદ્યાલય ખાતે ભકત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય જૂનાગઢ તેમજ સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય આયોજીત કાર્યક્રમમાં પણ હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું.