૧૫ ઓગસ્ટ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રોફાઈલ ફોટોમાં તિરંગા લગાડવાનો આગ્રહ કર્યો છે.
ભારતીય રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે ત્યારે આપણા ધ્વજનું સન્માન કરવા માટે દેશભરમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવી રહ્યો છે.
જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે તમામ નાગરિકોને ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ઘરે ઘરે તિરંગો ફરકાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ તેમના કાર્યક્રમ “મન કી બાત” માં એક મહત્વની સલાહ આપી છે. તેમણે આજથી લઈને ૧૫ ઓગસ્ટ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રોફાઈલ ફોટોમાં તિરંગા લગાડવાનો આગ્રહ કર્યો છે.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય નોડલ મંત્રાલય અને તેના દ્વારા સૌ નાગરિકોને ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરણા આપવામાં આવી છે. આઝાદીના ૭૫મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવો એ માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત લગાવ નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ છે.
લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગે અને રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ ઉજવણી કરવામાં આવી રહી છે.