પિંગલી વેંકૈયાની ૧૪૬ જન્મજયંતિ પર તિરંગા ઉત્સવનું આયોજન, પ્રધાનમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલી

પિંગલી વેંકૈયાના બહુમૂલ્ય યોગદાન માટે તેમના સમ્માનમાં સ્મારક પોસ્ટ ટિકીટ જાહેર કરવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં તિરંગ ઉત્સવનું આયોજન કર્યું છે. સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકૈયાની ૧૪૬મી જન્મજયંતિના અવસર પર યોજાયેલ  કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક અને સંગીતમય પ્રસ્તુતિઓથી ભરપૂર સંધ્યાનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તિરંગા ઉત્સવમાં હાજર રહેશે. સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકૈયાએ દેશનો રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કર્યો હતો. મહાત્મા ગાંધીજીએ અનુરોધ કરતા પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રીય ધ્વજની પરિકલ્પના કરી હતી.

તિરંગા ઉત્સવના આ કાર્યક્રમના સમાપન અવસરે પિંગલી વેંકૈયાના બહુમૂલ્ય યોગદાન માટે તેમના સમ્માનમાં સ્મારક પોસ્ટ ટિકીટ જાહેર કરવામાં આવશે. આ વસરે તેમના પરિવારને પણ સમ્માનિત કરવામાં આવશે. આ દરમિયાન હર ઘર તિરંગા ગીત અને વિડીયો પણ જાહેર કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલી આપી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું મહાન પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપું છું. આપણને ત્રિરંગો આપવાના તેમના પ્રયાસો માટે આપણું રાષ્ટ્ર હંમેશા તેમનો ઋણી રહેશે, જેના પર આપણને ખૂબ ગર્વ છે. ત્રિરંગામાંથી શક્તિ અને પ્રેરણા લઈને આપણે રાષ્ટ્રીય પ્રગતિ માટે કામ કરતા રહીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *