પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો દર્શાવ્યો છે. ટ્વિટર ઉપર પ્રધાનમંત્રીએ લોકોને પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો મુકવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, દેશ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે હર ઘર તિરંગા ઝુંબેશ માટે સજ્જ થયો છે અને આપણે સૌએ સાથે મળીને આ ઝુંબેશને સફળ બનાવવાની છે. ગયા મહિને આકાશવાણી પરથી પ્રસારીત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તિરંગો ભારતીયોને જોડે છે અને ભારત માટે કાંઈક કરવાની પ્રેરણા પણ આપે છે.
પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની પિંગાલી વેંકૈયાને તેમની આજે જન્મ જ્યંતિ નિમિત્તે ભાવભીનિ અંજલી આપી છે. ટ્વિટર ઉપર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશને તિરંગા ધ્વજ આપવાના તેમણે કરેલા પ્રયાસો માટે ભારતવાસી તેમના ઋણી રહેશે.