ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી કડવી રાજકીય લડાઈ વચ્ચે શનિવારે ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિની માટે સંસદમાં મતદાન શરૂ થઈ ગયું છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં પહોંચીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનું મત આપ્યું છે. આ ચૂંટણીમાં એનડીએ તરફથી જગદીપ ધનખર અને વિપક્ષ તરફથી માર્ગેટ અલ્વા વચ્ચે હરીફાઈ થઈ રહી છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખરની જીતવાની શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે. ગત મહિને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોવા મળેલ ક્રોસ વોટિંગ આ વખતે પણ જોવા મળશે કે નહિં તે જોવું અગત્યનું રહેશે.
વિપક્ષી છાવણી ફરી એકવાર વિભાજિત થઈ ગઈ છે. બંને ગૃહોમાં ૩૬ સાંસદો સાથે સંસદમાં કોંગ્રેસ પછી બીજી સૌથી મોટી વિપક્ષી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) શનિવારે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટી (આપ), ટીઆરએસ, એઆઈએમઆઈએમ અને જેએમએમએ અલ્વાને સમર્થન જાહેર કર્યું છે, જ્યારે બીએસપી અને ટીડીપીએ ધનખરને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.