રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ આજે દ્વિમાસિક નાણીકીય નીતિની જાહેરાત કરી હતી. રેપો રેટમાં ૫૦ બેઝીક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે મુંબઇમાં નાણીકીય નીતિની જાહેરાત કરતા કહ્યું હતું કે, હવે રેપો રેટ ૪ પોઇન્ટ ૯૦ ટકાથી વધીને ૫ પોઇન્ટ ૪૦ ટકા થયો છે.
વૈશ્વીક સ્તરે મોંધવારી ચિંતાનો વિષય છે. તેમજ ઉભરતા બજારોમાં વૈશ્વીક, ઘરેલુ જોખમ વધી રહ્યું છે. રૂપિયાની સ્થિતિ જાળવી રાખવા પર RBI ફોકસ કરી રહ્યું છે. તેમજ ગ્રામિણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે, મોંધવારીનો મોરચે અનિશ્ચિતતાઓ રહેલી છે.
મે માસમાં RBI એ રેપો રેટમાં ૦.૪૦ ટકાનો, જ્યારે જુન- ૨૦૨૨માં રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. રેપો રેટ વધવાની અસર લોકોની હોમલોન, કારલોન સહિતની કોઇ પણ લોન પર પડી શકે છે અને લોન મોંઘી થઈ શકે છે.