દેશની ચોથી અને રાજ્યની પ્રથમ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનો અમદાવાદ સોલા સિવિલ ખાતે શુભારંભ કરાયો
દેશની ચોથી અને રાજ્યની પ્રથમ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનો અમદાવાદ સોલા સિવિલ ખાતે શુભારંભ કરાયો છે. આ સેન્ટરમાં સાંભળવાની અને બોલવાની દિવ્યાંગતા ધરાવતા બાળકોથી લઇ વૃદ્ધોની સારવાર કરવામાં આવે છે. તેમજ અત્યાધુનિક સાધનો અને સ્પીચ થેરાપી દ્વારા તેમની સારવાર કરવામાં આવે છે અને બોલવામાં તોતળાપણું ધરાવતા બાળકને શુદ્ધ ભાષામાં બોલતું કરવામાં આવે છે.
આમ આ એક કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી પાછળ ૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ થતો હોય છે. જે બિલકુલ નિશુલ્ક કરવામાં આવે છે. તો અત્યાર સુધીમાં કોકલીયર ઈમ્પ્લાન્ટ માટે ૩૮ બાળકો ને મંજૂરી અપાઇ તેમજ ૨૪ બાળકોના કોક ક્લિયર ઇમ્પ્લાન્ટ કરી દેવાયા છે.