ગુજરાતમાં એકમાત્ર એક્વાકલ્ચર પ્લાન્ટ હોવાથી આખા વિશ્વમા ગુજરાતનુ નામ રોશન થશે

દેશમાં વિશ્વ એક્વાકલ્ચરથી ગુજરાત અને જંબુસરના દેહગામ ગામનું નામ રોશન થશે એ માટે મને ગર્વ છે: પુરૂષોત્તમ રૂપાલા

જંબુસર તાલુકાના દહેગામ ગામે  ઇન્ડિયાનો એકમાત્ર એક્વાકલ્ચર પ્લાન્ટનો  કેન્દ્રીય કેબિનેટ મત્સ્ય મિનિસ્ટર  પરષોત્તમ રૃપાલાના હસ્તે  ઓપનિંગ કરવામાં આવ્યો. જંબુસરના દહેગામ ખાતે વૈષ્ણવી એક્વા કલ્ચર  પ્લાન્ટનુ ઓપનિંગ કરવામાં આવ્યુ.

ગુજરાતમાં પણ એકમાત્ર એક્વાકલ્ચર પ્લાન્ટ હોવાથી આખા વિશ્વમા ગુજરાતનુ નામ રોશન થશે. મોહરમ પર્વ તેમજ શ્રાવણ માસની શુભેચ્છાઓ પુરૂષોત્તમ રૂપાલા દ્વારા વિશ્વની તમામ જનતાને પાઠવવામાં આવી એમજ ગુજરાત હવે કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ પછી  મત્સ્ય ઉદ્યોગ તરીકે વિકસિત થઈ રહ્યું છે. જિંગાના બ્રિજ માટે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતા  વેપારીઓને મોટી રાહત  ગુજરાતના વેપારીઓને અહીંયાથી બિયારણ મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *