વિશ્વ જૈવ ઈંધણ દિવસના અવસરે વિડીયો કોન્ફરન્સથી હરિયાણાના પાણીપત ખાતે ૨જી ઇથેનોલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ જૈવ ઈંધણ દિવસના અવસરે વિડીયો કોન્ફરન્સથી હરિયાણાના પાણીપત ખાતે ૨જી ઇથેનોલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્લાન્ટ બાયોફ્યુઅલના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની શ્રેણીનો એક ભાગ છે. આ પ્લાન્ટ, ઊર્જા ક્ષેત્રને વધુ સસ્તું, સુલભ, કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાના PMના સતત પ્રયાસોને અનુરૂપ છે. તેમજ, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ૯૦૦ કરોડ રૂપિયાથી વધુના અંદાજિત ખર્ચે ૨G ઇથેનોલ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. જે પાણીપત રીફાઇનરીની નજીક છે.
આ પ્રોજેક્ટ કચરામાંથી પૈસા કમાવવાના પ્રયાસોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. જેનાથી વાર્ષિક આશરે ૩૦ મિલિયન લિટર ઇથેનોલના ઉત્પાદન માટે લગભગ ૨ લાખ ટન ડાંગરની ભૂકીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે આ નવા પગલાથી ખેડૂતોને ઘણો ફાયદો પહોંચશે. તેમજ, આ પ્રોજેક્ટ આ પ્લાન્ટના સંચાલન સાથે સંકળાયેલા લોકોને સીધી રોજગારી આપશે. ડાંગરના કટિંગ, હેન્ડલિંગ, સ્ટોરેજ વગેરે દ્વારા પુરવઠા શૃંખલામાં પરોક્ષ રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટમાં શૂન્ય પ્રવાહી પ્રવાહ હશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ જૈવ ઈંધણ દિવસ દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.