સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે રાજ્યકક્ષાનો ૭૩મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે.
મુખ્યમંત્રી રાજ્યના ૨૨ મા સાંસ્કૃતિક વન ‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ કરશે. આ અવસરે રાજ્યમાં કુલ ૧૦.૩૫ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. દુધરેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય આયુષ, મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રૂટ એન્ડ ફન પાર્ક, ટચ થેરાપી, ફોરેસ્ટ થેરાપી માટે અલાયદા વિભાગો આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજ્યમાં વૃક્ષ આવરણ તથા જૈવિક વિવિધતામાં વધારો કરવાના પ્રયાસ રૂપે છેલ્લાં ૧૮ વર્ષમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરાયું છે.