દેશમાં ડિજિટલ ધિરાણથી જોડાયેલા છેતરપિંડાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ઓનલાઈન છેતરપિંડી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવા માટે ભારતીય રિઝર્વ બેન્કએ (આરબીઆઈ) મહત્વનું પગલું લીધું છે. ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ લોન આપવા પર કડક માર્ગદર્શિકા જારી કરી છે. મધ્યસ્થ બેન્કે ઓનલાઈન પ્લેટફોમ અને મોબાઈલ એપ મારફતે લોન લેવા સહિતના ડિજિટલ લોનના નિયમ માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે.
ડિજિટલ લોન ડાયરેક્ટ ઋણ લેનારાના બેન્ક ખાતા જમા કરાવવાનું રહેશે, જે અગાઉ ત્રાહિત પક્ષના માધ્યમથી જમા કરાવવામાં આવતું હતું. ડિજિટલ ધિરાણની વધતી છેતરપિંડીને રોકવા માટે આ કડક માપદંડ તૈયાર કર્યા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ડિજિટલ ધિરાણના ડોમેનમાં ત્રાહિત પત્રને એન્ગેજમેન્ટ, મિસ-સેલિંગ, ડેટા ગોપનિયતાના ઉલ્લંઘન, વધુ વ્યાજ દરો અને ગેરકાયદેસર વસૂલાતને નિયંત્રિત કરવા માટે નિયમનકારી માળખાની જરૂર હતી. આ ઉદ્દેશ માટે આરબીઆઈએ એક વર્કિંગ ગ્રૂપનું ગઠન કર્યું છે, જેણે ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧એ પોતાનો અહેવાલ રજૂ કરીને હિતધારકોની ટિપ્પણીઓને આમંત્રિત કરવા મધ્યસ્થ બેન્કની વેબસાઈટ પર મૂક્યો કર્યા હતાં.
ડિજિટલ ધિરાણ મોબાઈલ એપ્સ પર સૌથી મોટો આરોપ છે કે તે ખૂબજ વધારા વ્યાજ વસૂલે છે અને પ્રોસેસિંગ ફીની પણ મોટી રકમ મેળવે છે. આ ઉપરાંત ઋણની ચૂકવણી કરનારા તેના ગ્રાહકોને હેરાન પણ કરે છે. ઉલ્લેખનીય છે. ફિનટેક કંપનીઓ જે ગેરકાયદેસર રીતે ડિજિટલ ધિરાણ એપ્સ ચાલાવી રહી છે જેના દ્વારા લોકોને ઋણ આપવામાં આવે છે તેના પર નિયંત્રણ લાદવાની દરખાસ્ત કરવામાં આવી હતી.