કોંગ્રેસીઓએ મંજૂરી વગર કરી રેલી

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ હેડક્વાર્ટરથી નારેબાજી કરતા નીકળ્યા છે. રેલી કોંગ્રેસ હેડક્વાર્ટરથી ૩૦ જાન્યુઆરી માર્ગ પહોંચ્યા છે, જ્યાં મહાત્મા ગાંધી શહીદ થયા હતા. અહીં રાહુલ ગાંધી સહિત દરેક કોંગ્રેસી નેતાઓએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ પછી માર્ચ પૂરી કરવામાં આવી હતી.

 

કોંગ્રેસ પાર્ટીએ અહીં રેલી કરવા માટે પોલીસની મંજૂરી માંગી હતી. પરંતુ પોલીસે મંજૂરી આપી નહતી. કોંગ્રેસીઓએ મંજૂરી વગર જ અહીં રેલી કરી હતી.

 

સોનિયા ગાંધીએ દેશના નામે એક પત્ર જાહેર કર્યો છે. તેમાં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપીને સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. સોનિયાએ લખ્યું છે કે, ગાંધી-નહેરુ-પટેલ-આઝાદ જેવા મહાન રાષ્ટ્રીય નેતાઓપર અસત્યતાના આધાર પર આરોપ લગાવવામાં આવશે તો કોંગ્રેસ તેનો આકરો વિરોધ કરશે. કેન્દ્ર સરકાર દેશની ગૌરવવંતી પ્રસિદ્ધતાને તુચ્છ સાબીત કરવા માંગે છે.

મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું- પરિવારવાદને ખતમ કરવો પડશે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કર્યા પછી મોદીએ કહ્યું, આજે આપણે મોટા બે પડકારનો સામનો કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો. આપણે આપણી સંસ્થાઓની તાકાતનો અહેસાસ કરવા માટે યોગ્યતાના આધાર પર દેશને આગળ લઈ જવા માટે પરિવારવાદ વિરુદ્ધ જાગ્રતતા વધારવી પડશે. ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ ખોતરી રહ્યો છે. તેની સામે પણ લડવું પડશે. તેમણે કહ્યું કે, જેમણે દેશને લૂંટ્યો છે તેમણે તે પરત કરવું પડશે. બેન્ક લૂંટનાર લોકોની સંપત્તિ જપ્ત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *