આ વિમાન કોલંબોમાં રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘેની ઉપસ્થિતિમાં શ્રીલંકાની સેનાને આપ્યુ હતુ.
ભારતીય નેવીએ શ્રીલંકન સેનાને ડોર્નિયર એરક્રાફ્ટ આપ્યું છે. ભારતીય નેવીના વાઈસ એડમિરલ એસ.એન.ગોરપડેએ આ વિમાન કોલંબોમાં રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘેની ઉપસ્થિતિમાં શ્રીલંકાની સેનાને આપ્યુ હતુ.
કોલંબોમાં આયોજિત સૈન્ય સમારોહમાં શ્રીલંકન રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘે અને ભારતીય નેવીના વાઈસ એડમિરલ ઉપરાંત શ્રીલંકાના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ સંરક્ષણ સચિવ અને શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશ્નર ગોપાલ બાઘલે પણ હાજર રહ્યા હતા.
આ એરક્રાફ્ટ ભારત અને શ્રીલંકાના દ્વિપક્ષીય સંબંધોમાં એક માઈલ સ્ટોન સાબિત થશે.