બાળકોના રક્ષણ માટે આજે રાંધણ છઠ કાલે શીતળા સાતમ ઉજવાશે

૧૭ ઑગસ્ટ બુધવારે રાંધણ છઠના દિવસે દિવસ પર્યંત બહેનો ઘર પરિવારના સભ્યો માટે અનેક પ્રકારની વાનગીઓનું ભોજન બનાવે છે કેમ કે બીજે દિવસે એટલે કે ૧૮ ઑગસ્ટ ગુરૂવારે શીતળા સાતમ મનાવાશે છે  અને શીતળા સાતમે ઠંડુ ભોજન કરવાનો અને ઘર ની સગડી કે ચૂલો ઠંડો રાખવામાં આવે છે  રિવાજ મુજબ રસોઈ કરાતી નથી છે આ બંને પર્વનું અનેરૂ મહત્વ છે કહેવાય છે કે રાંધણ છઠની  રાત્રે ઘરનો ચૂલો રસોઈ કર્યા બાદ ઠંડો કરી તેનું પૂજન કરાય છે આ અંગે વધુ માહિતી આપતા જાણતા જ્યોતિષી ચેતન પટેલે કહ્યું કે ધાર્મિક માન્યતા અનુસાર શીતળા માતા રાંધણ છઠ ની  રાત્રે વિચરણ કરવા નીકળે છે અને જે ઘરમાં તેમને ચુંલા પાસે શીતળતા પ્રાપ્ત થાય છે તે ઘરના સંતાનો ને  ઉત્તમ આરોગ્ય અને ધન ધન્ય સ્મૃ

તિના આશીર્વાદ આપે છે માટે આ રીતે રાધણ છઠ ઉજવાય છે.

ત્યારબાદ શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરાય છે બળીયાદેવની પૂજા  કરાય છે ઘર પરિવાર અને બાળકોનું ઉત્તમ આરોગ્ય રહે તેની પ્રાર્થના કરાય છે શીતળા માતાને અને બળિયા દેવને ઠંડુ ભોજન અર્પણ કરાય છે સાથે કુલેર, દિવો, એક નાળીયેર સાથે તેમના મંદિરે દર્શન કરી પૂજા કરવામાં આવે છે ખાસ બાળકો ના ઉત્તમ આરોગ્ય માટે તેમને પણ દર્શન કરાવવામાં આવે છે ભક્તોની આસ્થા અનુસાર તેમની તેમના પરિવારની અને બાળકોની આ બંને તહેવારોને આ રીતે ઉજવતા બાળકોની રક્ષા થાય છે  અને વર્ષ પર્યંત ઘરમાં સુખ શાંતિ રહે છે

બળિયા દેવનો જન્મ મહાભારત કાળમાં  દ્વાપર યુગમાં થયો હતો તેવો  મહાબલી ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર બર્બરીક તરીકે જાણીતા હતા અને બર્બરીક એ જ કલિયુગમાં બળિયા દેવ તરીકે પૂજાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *