ક્રૂડ માર્કેટ ઓઈલમાં ૬ મહિનાનો સૌથી વધુ ઘટાડો નોંધાવા વચ્ચે આજે બુધવારના રોજ શેર માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. 5મી એપ્રિલ ૨૦૨૨ બાદ પ્રથમ વખત બીએસઈ સેન્સેક્સ ૬૦,૦૦૦ને પાર પહોંચ્યો છે. ૫ મી એપ્રિલ બાદ સેન્સેક્સ ૬૦,૧૦૦ ની નીચે આવી ગયો હતો. આજે નિફ્ટી પણ ૧૭,૯૦૦ નજીક પહોંચી હતી. સવારે ૦૯:૪૬ કલાકે બીએસઈ સેન્સેક્સ ૨૧૨.૩૮ પોઈન્ટ એટલે કે, ૦.૩૫ % સાથે ૬૦,૦૫૪.૫૯ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે તે સમયે નિફ્ટી ૬૯ પોઈન્ટ એટલે કે, ૦.૩૯ % ની તેજી સાથે ૧૭, ૮૯૪.૨૫ ના સ્તરે જોવા મળી હતી.
શરૂઆતના વેપારમાં સેન્સેક્સ ૧૪૧.૬૨ પોઈન્ટના વધારા સાથે ૫૯,૯૮૩.૮૩ પોઈન્ટ્સ અને નિફ્ટી ૪૮.૨૫ પોઈન્ટની તેજી સાથે ૧૭,૮૭૩.૫૦ પર નોંધાઈ હતી.
આજે રૂપિયો પણ જોરદાર તેજીમાં છે. શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો ૪૪ પૈસા વધીને ૭૯.૩૦ પર આવ્યો હતો.
ઓપનિંગ બાદ નિફ્ટી પર NTPC, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, BPCL, હીરો મોટોકોર્પ તથા આઈસર મોટર્સમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી. જ્યારે , HDFC, HDFC બેંક, ઈન્ફોસિસ, TCS અને HCL ટેક ઘટાડા પર હતા.
સેન્સેક્સ પર NTPC, હિંદુસ્તાન યુનિલીવર, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ, રિલાયન્સ અને બજાજ ફિનઝર્વ તેજી પર હતા. જ્યારે ટીસીએસ, ઈન્ફોસિસ, HDFC અને HDFC બેંક ડાઉનમાં હતા. એશિયાઈ માર્કેટ્સમાં ટોક્યો, શાંઘાઈ તથા હોંગકોંગના માર્કેટ તેજીમાં હતા જ્યારે સોલમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું.