આતંકવાદી, પોલીસ કર્મચારી પાસેથી રાઇફલ પડાવીને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે બુધવારે લશ્કર એ તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આતંકવાદી, પોલીસ કર્મચારી પાસેથી રાઇફલ પડાવીને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરીને આતંકીને ઠાર માર્યો હતો. આ ગોળીબારીમાં પોલીસ કર્મચારી ધાયલ થયો હતો,
જેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, અરણીયા સેકટરના તોપ ગામમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે હથિયારો શોધવાના અભિયાન દરમિયાન આ બનાવ બન્યો હતો. પોલીસ દ્વારા માર્યો ગયેલ પાકિસ્તાની આતંકીને હથિયારો કબજે કરવા સરહદ પર લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોલીસ પર ગોળી ચલાવી હતી અને સ્થળ પરથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.