ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમીને લઈને રણછોડરાય મંદિર ખાતે ભકતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભગવાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
ભગવાન કૃષ્ણના જન્મોત્સવની મંદિર દ્વારા ભારે ઉલ્લાસ ઉમંગભેર ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. આજે જન્માષ્ટમીના રોજ ડાકોરમાં રણછોડરાય મંદિર દ્વારા મંદિરમાં સવારે રણછોડરાયની મંગળા આરતી થઈ હતી. ત્યાર બાદ ભગવાનને બાલ ભોગ, ગોવાળ ભોગ તેમજ શણગાર ભોગ અને રાજભોગ ધરવામાં આવે છે. ત્યાર બાદ બપોરે ભગવાન પોઢી જાય છે. આ પછી સાંજે ઉસ્થાપન બાદ કૃષ્ણ જન્મની તૈયારીઓ શરૂ કરાશે. રાત્રિના ૧૨:૦૦ કલાકે કૃષ્ણ જન્મના વધામણાં કરાશે.