ગુજરાત હાઈકોર્ટના પરીસરમાં જન્માષ્ટમીના પાવન પર્વના ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુંભાવોના હસ્તે ઓષધિય વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ દેવવ્રતજીએ ગુજરાત હાઈકોર્ટના ચાલ પ્રકલ્પોને આગળ ધપાવવા બદલ સુભેચ્છાઓ પાઠવી હતી. અને ન્યાય પ્રક્રીયામાં માતૃભાષામાં હોવી જોઈએ તેવી હિમાયત કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકારની બંધારણ પ્રત્યેની પ્રતિબધ્ધતા દરેક વ્યક્તિને કાનુની સેવા આપવા સક્ષમ બને છે.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ જસ્ટીશ અરવિંદ કુમારે ગરીબ અને વંચિત લોકો સુધી ન્યાય પહોંચાડવા માટે કાયદા વિભાગ સજ્જ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ શ્રી એમ. આર. શાહે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણએ ન્યાય માટે પોતાના મુલ્યો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી અને પિડીતોને ન્યાય અપાવવા તેઓ હંમેશાં અગ્રેસર રહ્યા છે. ત્યારે હાઈકોર્ટમાં કાર્યાન્વીત થયેલ આ લિગલ પ્રોજેકટો સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણની પરિકલ્પનાને સાકાર કરશે.