વલસાડની SOGની ટીમે નકલી નોટોનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. અગાઉથી મળેલી બાતમીના આધારે ટીમે ડમી ગ્રાહકને મોકલીને છટકું ગોઠવ્યું હતું. બાતમીના વર્ણનવાળા ઇસમો આવતા SOGની ટીમે રૂ. ૫.૫૦ લાખની રૂ ૫૦૦ના દરની ૧,૦૯૪ નોટના જથ્થા સાથે કપરાડાના ૨ અને નાસિકનો એક મળીને ૩ યુવકોને ઝડપી પાડયા હતા. જ્યારે નાસિકમાં રહેતો માસ્ટર માઈન્ડ ન મળતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.
આરોપીઓ અસલી નોટની કલર ઝેરોક્ષ કરતા હતા અને આ કલર ઝેરોક્ષ નોટને અંતરિયાળ વિસ્તારના લોકોને અર્ધી કિંમતે આપતા હોવાથી લોકો વધુ પૈસાની લાલચમાં ભોળવાઈ જતા હોવાનું બહાર આવ્યું હતું.