યુવા બાબત અને રમતગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે દેશભરની ૨૬ શાળાઓમાં ‘ચેમ્પિયન પહેલ’ કરશે.કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલિસ્ટ નિખત ઝરીન,પેરાલિમ્પિક્સ અને CWG મેડલિસ્ટ ભાવના પટેલ,ટોક્યો ઑલિમ્પિક્સ અને CWG મેડલિસ્ટ મનપ્રીત સિંઘનો સમાવેશ થાય છે. મીટ ધ ચેમ્પિયન એ એક અનોખી શાળા મુલાકાત ઝુંબેશ છે, જે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા દ્વારા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનામાં તે દેશના વિવિધ ભાગોમાં પહોંચી ગયું છે.શાળાની મુલાકાત દરમિયાન ચેમ્પિયન એથ્લેટ તેમના અનુભવો, જીવનના પાઠો અને કેવી રીતે યોગ્ય ખાવું તે અંગેની અનુભવ શેર કરે છે અને શાળાના બાળકોને એકંદરે પ્રેરણાત્મક પ્રોત્સાહન આપે છે.
આજે સાંજે,યુવા બાબત અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર,શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે પણ દેશના કેટલાક રમતગમત અને ફિટ ઈન્ડિયા ફિટનેસ આઇકોન્સ સાથે વિશેષ વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે.તેઓ ભારતમાં ફિટનેસ અને રમતગમતના મહત્વ વિશે ચર્ચા કરશે.આ પ્રસંગે યુવા બાબત અને રમતગમત રાજ્યમંત્રી નિશિથ પ્રામાણિક પણ હાજર રહેશે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પણ આ વર્ષના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી FIT ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે ઉજવશે.રમતગમતની થીમ ‘સમાવેશી અને ફિટ સમાજ’ છે.