ટેલિકોમ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે,ડેટા સંરક્ષણ બિલ સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા.સંશોધિત ડેટા સંરક્ષણ બિલનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં પરામર્શ માટે બહાર પાડવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે દેશનું ડેટા સંરક્ષણ માળખું આધુનિક સમય સાથે સુસંગત હોવું જોઈએ.સરકારે,આ મહિનાની શરૂઆતમાં લોકસભામાં પર્સનલ ડેટા સંરક્ષણ બિલ-૨૦૧૯ પાછું ખેંચી લીધું હતું.તે સંસદની સંયુક્ત સમિતિ દ્વારા કરાયેલા સૂચનોના આધારે કાયદાકીય માળખામાં બંધબેસતું નવું બિલ લઈને આવશે.
બિલ પર અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે,ડેટા સંરક્ષણ અને ગોપનીયતાના સિદ્ધાંતો હવે સમગ્ર વિશ્વમાં સારી રીતે સ્થાપિત થઈ ગયા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સરકાર તે સિદ્ધાંતોનું વધુ કે ઓછું પાલન કરી રહી છે. તેમણે જણાવ્યું,કાયદા અને સિદ્ધાંતોનો અમલ આધુનિક સમય સાથે સુસંગત હોય.