૩૨ ટન તબીબી સહાય સહિત માનવતાવાદી સહાય સામગ્રી સહિત ઘણો માલસામાન મોકલ્યો
ભારતે અફઘાનિસ્તાનને અત્યાર સુધીમાં ૪૦ હજાર મેટ્રિક ટન ઘઉં મોકલ્યા છે. અફઘાનિસ્તાન પર રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, ભારતે અફઘાનિસ્તાનને ૩૨ ટન તબીબી સહાય સહિત માનવતાવાદી સહાય સામગ્રી સહિત ઘણો માલસામાન મોકલ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, ભારતે અફઘાનિસ્તાનમાં તેના ઘઉંનું વાજબી અને સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અફઘાનિસ્તાનના લોકો સાથે માનવતાવાદી સહાય અને ભારતની સંચાર અને સંપર્ક પ્રવૃત્તિઓના અસરકારક આચરણની દેખરેખ માટે કાબુલમાં ભારતીય દૂતાવાસમાં એક તકનીકી ટીમ તૈનાત કરવામાં આવી છે.
રુચિરા કંબોજે અફઘાનિસ્તાનના લોકો સાથેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને ટાંકીને કહ્યું કે, અફઘાનિસ્તાનના પાડોશી અને લાંબા સમયના ભાગીદાર તરીકે, ભારત ત્યાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માગે છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જાહેર કરાયેલા અન્ય આતંકવાદી જૂથો અને અફઘાનિસ્તાનની બહારના અન્ય આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનો આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ખતરો ઊભો કરે છે.