હવે તમામ પરીક્ષા ઑફલાઇન જ લેવાશે: ગુજરાતની આ મોટી યુનિવર્સિટીએ લીધો નિર્ણય

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં લેવામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો મુજબ યુની. સિન્ડિકેટની બેઠકમાં VNSGUની યુનિ.ની તમામ પરીક્ષા હવે ઓફલાઈન જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  મહત્વનું છે કે કોરોના વાયરસને કારણે સાવચેતીના ભાગરૂપે સેમેસ્ટર અનુસાર ઓફલાઈન અને ઓનલાઇન બે રીતે પરીક્ષા લેવાતી હતી. જોકે હવે યુની. સિન્ડિકેટની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ VNSGUમાં હવે ઑફલાઇન જ સુરત સ્થિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યુની. સિન્ડિકેટની બેઠક યોજાઇ હતી. જેમાં અગાઉ કોરોનાકાળ વખતે અને છેક હમણાં સુધી કોરોના કેસોની સંખ્યા વધુ હતી ત્યારે પણ સેમેસ્ટર અનુસાર ઓફલાઈન અને ઓનલાઇન બે રીતે પરીક્ષા લેવાતી હતી તેને લઈ એક મોટો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ બે વર્ષમાં યુનિએ ઓનલાઈન પરીક્ષા પાછળ ૩.૯૭ કરોડનો ખર્ચ કર્યો છે. જોકે સિન્ડિકેટ મિટિંગમાં સભ્યો અને  કુલપતિ વચ્ચે ઓફલાઈન-ઓનલાઇનણને લઈ ઉગ્ર ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *