આજે સર્વાઈકલ કેંસર વિરુધ્ધ ભારતીય રસી લોન્ચ કરવામાં આવશે

૯ થી ૧૪ વર્ષની કિશોરીઓને આ રસી અપાશે

વિજ્ઞાન અને ટેક્નોલોજીના રાજ્યમંત્રી ડૉકટર જીતેન્દ્રસિંહ આજે દિલ્લીમાં સર્વાઈકલ કેંસર વિરુધ્ધ ભારતીય રસી લોન્ચ કરશે.

 

૯ થી ૧૪ વર્ષની કિશોરીઓને આ રસી આપવામાં આવશે, જે ૩૦ વર્ષ સુધી અસરકારક રહેશે. સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા અને બાયો ટેક્નોલોજી વિભાગ મળીને આ સ્વદેશી રસી બનાવી છે. આ રસી સર્વાઈકલ કેંસરની બીમારીથી બચવામાં  મદદ રૂપ સાબીત થશે.

WHO ના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે સર્વાઈકલ કેંસરના ૧ લાખ ૨૩ હજાર કેસ સામે આવે છે. જેમાંથી ૬૭ હજાર દર્દીઓના મૃત્યુ થઈ જાય છે, પરંતુ આ રસીથી મૃત્યુઆંકને નીચો લાવી શકાશે. આ રસીથી HPV વિરુધ્ધ એંટીબોડી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *